સામગ્રી: કણી ગુંદ ૧ કપ • દળેલી ખડી સાકર દોઢ કપ • બદામ પાવડર અડધો કપ • સુંઠ પાવડર ૨ ટેબલ સ્પૂન • ખસખસ ૧ ટેબલ સ્પૂન • દેશી ઘી અડધો કપ • દૂધ ૨ કપ
રીતઃ સૌપ્રથમ ઘી ગરમ કરવા મૂકો ને તેમાં કણી ગુંદને ગોલ્ડન બ્રાઉન તળી લો. હવે બીજા પેનમાં દૂધ ગરમ કરવા મૂકો અને તેમાં તળેલો ગુંદર ઉમેરો. સતત હલાવતા રહો. દૂધ બળે પછી તેમાં સાકર ઉમેરો અને સતત હલાવતા રહો. સાકરનું પાણી છૂટે અને એકદમ શીરા જેવું મિશ્રણ થાય એટલે બર્નર બંધ કરી દો. મિશ્રણ થોડું ઠંડુ થાય પછી જ તેમાં બદામ પાવડર, સુંઠ પાવડર અને ખસખસ ઉમેરો. બરાબર મિક્સ કરીને તેમાંથી મીડિયમ સાઈઝના ગોળાવાળી ગુંદરના લાડુ તૈયાર કરો. ગુંદરના લાડુ ૮-૧૦ દિવસ સાચવી શકાય છે.