સામગ્રીઃ બાવળનો ગુંદર 50 ગ્રામ • કાચું ફુલ ફેટનું દુધ: 500 ગ્રામ • ઘી 5 ટેબલસ્પુન • ગોળ 1 બાઉલ • જાયફળ પાવડર નાની અડધી ચમચી • કાજુનો ભુકો 1 બાઉલ • બદામનો ભુકો 1 બાઉલ • સૂકુ ટોપરું 1 બાઉલ • મગજતરીના બી 2 ચમચી નાની • ઇલાયચી પાવડર 1 ચમચી નાની • સુંઠ પાવડર 2 ચમચી નાની • ગંઠોડા પાવડર 1 ચમચી નાની • ખસખસ 1 નાની ચમચી
• ગાર્નિશિંગ માટે: ડ્રાયફ્રુટ્સની કતરણ
રીત: સૌપ્રથમ ગુંદરને મિક્ષરમાં ક્રશ કરી લેવો. ત્યારબાદ 3 ટેબલસ્પુન ઘી નાંખી શેકવો. ત્યારબાદ ફુલ ફેટનું કાચું દુધ ઉમેરવું. પનીરની જેમ દૂધ ફાટે પછી અડધું પાણી બળવા દેવું. આ પછી ગોળ ઉમેરવો. ફરીથી બધું પાણી બાળવું. સ્હેજ પાણીનો ભાગ બાકી હોય ત્યારે કોપરું, બદામનો ભુકો, કાજુનો ભુકો, ઈલાયચી પાવડર, જાયફળનો ભુકો, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર, મગજતરીના બી, ખસખસ ઉમેરી દેવા. થઇ ગયા પછી બાકીનું ઘી ઉમેરી દો. ઠંડી થાય પછી ફ્રીજમાં સ્ટોર કરવી. (લેખિકાની અન્ય રેસિપી માટે જૂઓ યુટ્યુબ ચેનલઃ mayadeepak22)