સામગ્રીઃ ૧૦૦ ગ્રામ ગુંદર • ૧ લિટર દૂધ • ૧ કપ સાકર • બે ટેબલસ્પૂન સૂંઠ પાઉડર • બે ટેબલસ્પૂન ગંઠોડા પાઉડર • બે ટેબલસ્પૂન બદામનો ભૂકો • બે ટીસ્પૂન ખસખસ • બે ટીસ્પૂન મગજતરીનાં બી • બે ટીસ્પૂન બદામની કતરણ
રીતઃ સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરીને એમાં ગુંદરને તળી લેવો. આ પછી બીજા પેનમાં દૂધ લઈ એને ગરમ કરવા રાખવું. ઊભરો આવે એટલે એમાં તળેલો ગુંદર (અધકચરો) દૂધમાં મિક્સ કરીને સતત હલાવતા રહેવું. દૂધ ફાટી જશે. આ પછી એમાં સાકર મિક્સ કરી એનો લચકો કરવો. આ લચકામાં ઉપરની બધી સામગ્રી - બદામ, ખસખસ, મગજતરીનાં બી, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર મિક્સ કરી લેવાં. એને એક ટ્રે અથવા તો થાળીમાં પાથરી એના પર બદામની કતરણથી ગાર્નિશ કરવું.