સામગ્રીઃ મોળા ચણા એક કપ • દેશી ગોળ - ઝીણો સમારેલો ૧ કપ • કોફી અડધી ચમચી • પાણી જરૂર મુજબ
રીતઃ પહેલાં એક પેનમાં ચણાને ૫-૭ મિનિટ શેકી લો અને ત્યાર પછી પ્લેટમાં લઈ ઠંડા થવા દો. હવે એક પેનમાં ઝીણો સમારેલો ગોળ લો. ધીમી આંચ પર હલાવતા હલાવતાં કોફી ઉમેરો. દસેક મિનિટ બાદ થોડા-થોડા ચણા ઉમેરતા જાવ અને હલાવતા રહો. વચ્ચે હાથમાં થોડુંક પાણી લઈને છાંટતાં જવું જેથી ચણા એકબીજાને ચોંટી ના જાય. બધા જ ચણા ઉમેરાઇ ગયા બાદ બર્નર બંધ કરો. ચણા છુટ્ટા રહે તે રીતે પ્લેટમાં લઈ લો. ગુડ ચણા ઠંડા થાય પછી એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સાચવી શકાય.
ટીપ્સઃ આ રેસિપીમાં ચણાના બદલે નટ્સ જેવા કે કાજુ, અખરોટ, સિંગદાણા પણ લઈ શકાય. આ સિવાય પૌંઆ ચેવડામાં આ ગુડ ચણા ઉમેરીને ઉપયોગમાં લઈ શકાય.