સામગ્રીઃ બટાકા ૩-૪ નંગ • પનીર - ૫૦ ગ્રામ • આરા લોટ - ૫૦ ગ્રામ • મોળો માવો - ૫૦ ગ્રામ • ખાંડ - ૨૦૦ ગ્રામ • એલચી પાઉડર - ૧ ચમચી • ઘી તળવા માટે • રોઝ એસેન્સ ૨-૪ ડ્રોપ્સ અથવા કેસર ૧૦ તાંતણા • સોડા પાઉડર – ૧ ચમચી • પાણી - ૧ કપ
રીતઃ એક બાઉલમાં બટાકાને છીણીને તેમાં આરા લોટ મીક્સ કરો. હવે તેમાં પનીર, માવો, સોડા પાઉડર ઉમેરીને મીક્સ કરો અને ૧૦ મિનિટ ફ્રીઝમાં રાખો. ત્યાર બાદ મિશ્રણને બહાર લઈ ફરીથી મસળો અને નાના ગોળા વાળી લો. ઘી ગરમ થયા પછી એકદમ ધીમા ગેસ પર ગુલાબજાંબુને તળી લો. હવે ચાસણી માટે પાણી અને ખાંડ ગરમ થવા મુકો. એકથી દોઢ તારની ચાસણી તૈયાર કરો. ત્યાર પછી તેમાં એસેન્સ અથવા કેસર ઉમેરી ઇલાયચી પાઉડર ઉમેરો. ચાસણી થોડીક ઠંડી પડ્યા બાદ તેમાં ગુલાબજાંબુ ઉમેરો. હવે ફ્રીજમાં મુકી ઠંડા થાય પછી બાઉલમાં લઈ સર્વ કરો.