સામગ્રીઃ ૧ કપ ઘઉંનો લોટ • ૧ ટી સ્પૂન ખસખસ • ૫ ટેબલ સ્પૂન ઘી • પોણો કપ ખમણેલો ગોળ • અડધી ચમચી એલચી પાઉડર • ૧ ટી-સ્પૂન છીણેલું નાળિયેર સજાવટ માટે • થોડી બદામની કાતરી • થોડી પિસ્તાની કાતરી
રીતઃ એક ગોળાકાર થાળીમાં થોડું ઘી ચોપડી ઉપર ખસખસ પાથરી લો. એક નોન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ઘઉંનો લોટ મેળવીને ધીમા તાપે ૧૫થી ૨૦ મિનિટ સુધી અથવા તો લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહીને સાંતળી લો. તે પછી તેને બર્નર પરથી નીચે ઉતારીને તેમાં ગોળ, એલચી પાઉડર અને નાળિયેર મેળવીને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે ગોળ સંપૂર્ણ ઓગળી જાય અને મિશ્રણ હજી ગરમ હોય ત્યાં જ તેને ખસખસ ચોપડેલી થાળીમાં નાંખીને વાટકી અથવા તવેથા વડે દબાવીને સારી રીતે પાથરી લો. મિશ્રણ હજી થોડું ગરમ હોય ત્યારે તેના ટુકડા થાય તેમ કાપા પાડી લો. ઉપર બદામ અને પીસ્તાની કાતરી પાથરીને સજાવો. થોડા સમય પછી ટુકડા અલગ કરીને એરટાઇટ ડબ્બામાં ભરી લો.
નોંધઃ ગોળનું મિશ્રણ જો વધુ કઠણ જણાય તો તેમાં એકાદ ટેબલ સ્પૂન દૂધ મેળવી શકો છો.