સામગ્રીઃ ગ્રીન એપલ - ૨ નંગ • ઝીણું સમારેલું આદું - ૧ ચમચી • સમારેલું ટામેટું - ૧ નંગ • જીરું - અડધી ચમચી • હળદર - પા ચમચી • ધાણાજીરું પાઉડર - ૧ ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીતઃ સફરજનને સમાન ટુકાઓમાં સમારી લેવા. કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે જીરું તથા આદુ ઉમેરો. હલકો રંગ બદલાય એટલે સફરજનના ટુકડાઓ ઉમેરી દો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. શાકમાં સ્વાદિષ્ટ રસો બનાવવા માટે થોડુંક પાણી નાખવું. આ પછી ટામેટાં પણ ઉમેરીને ઢાંકી દો અને પાંચ મિનિટ માટે રહેવા દો. કોથમીર વડે સજાવીને સ્વાદિષ્ટ ગ્રીન એપલ સબ્જી સર્વ કરો.