સામગ્રીઃ કારેલાં ૫૦૦ ગ્રામ • મીઠું સ્વાદ મુજબ • તેલ ૨ ચમચી • જીરું દોઢ ચમચી • લાલ મરચું ૨ ચમચી • ગોળ સમારેલો અડધો કપ • વરીયાળી એક ચમચી • રાઈ એક ચમચી • મેથી પાવડર અડધી ચમચી • કાળા તલ એક ચમચી • હળદર અડધી ચમચી • આમલીનો પલ્પ એક ચમચી • કોથમીર સજાવટ માટે
રીતઃ સૌપ્રથમ કારેલાની છાલ કાઢીને તેના ગોળ કટકા કરો. હવે પેનમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મુકીને તેમાં મીઠું નાખી ૧૦-૧૫ મિનિટ ખુબ ઉકળવા દો. હવે તેમાંથી પાણી નીતારી લો અને તેના પર બીજુ ઠંડુ પાણી નાંખી કારેલાને સાઇડ પર રાખો. હવે બીજા પેનમાં તેલ ગરમ કરવા મુકો. ગરમ થયા બાદ તેમાં રાઇ, જીરું, કાળા તલ, મેથી પાવડર નાખીને હલાવો અને ૨ મિનિટ શેકો. ત્યાર પછી તેમાં કારેલાના ટુકડા ઉમેરીને હલાવો. હવે તેમાં લાલ મરચું, હળદર, મીઠું, ગોળ, આમલીનો પલ્પ ઉમેરીને મીક્સ કરવું. ત્યારબાદ ધીમા ગેસ પર ૫-૭ મિનિટ રાખીને ગેસ બંધ કરો. ચટપટા કારેલાને બાઉલમાં લઇ સર્વ કરો.