સામગ્રીઃ ફણગાવેલા મગ ૭૫ ગ્રામ • ફણગાવેલા ચણા અને મઠ – ૨૫-૨૫ ગ્રામ • બાફેલા બટાકાનો છૂંદો - ૩ નંગ • માખણ – ૧૦૦ ગ્રામ • લીંબુનો રસ – પા ચમચી • અજમો ૧ ચમચી • મકાઇનો લોટ ૧ ચમચી • જલજીરા અડધી ચમચી • શેકેલા તલ ૧ ચમચી • કિશમિશ – ૧ ચમચો • શાહજીરું - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીતઃ સૌપ્રથમ ફણગાવેલા મગ - ચણા - મઠને મિક્સ કરીને ક્રશ કરી લો. કડાઇમાં માખણ ગરમ કરીને તેમાં બટાકાનો છુંદો અને ક્રશ કરેલો ફણગાવેલા કઠોળ નાખીન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો. આ પછી તેમાં શાહજીરું અને બીજી બધી સામગ્રી નાખીને ચડવા દો. આ પછી આંચ પરથી ઉતારીને મિશ્રણ ઠંડું થાય એટલે તેની ટિકી બનાવો. આ ટિકીને તલ અને અજમામાં રગદોળીને થોડી વાર સેટ થવા દો. નોનસ્ટિક પેન પર માખણ ગરમ કરી ટિકીને બંને બાજુએ બ્રાઉન રંગની શેકી. સોસ કે ચટણી સાથે સર્વ કરો.