સામગ્રી: રાજાપૂરી કેરી - 500 ગ્રામ • દેશી ચણા - અડધો કપ • મેથીના દાણા - પા કપ • હળદર - 1 ચમચી • મીઠું - 1 ચમચી • તૈયાર અથાણાંનો મસાલો - 250 ગ્રામ • સીંગતેલ - 4 કપ
રીત: ચણા અને મેથીને અલગ-અલગ પાણીમાં પાંચ કલાક માટે પલાળી રાખો. પાંચ કલાક પછી પાણી કાઢી ચણા અને મેથીને કોટન કપડામાં કોરાં કરી લો. કેરીને છોલીને છીણી લો. હવે એક મોટા વાસણમાં કેરીની છીણ, ચણા અને મેથીના દાણા, હળદર, મીઠું અને અથાણાનો મસાલો મિક્સ કરો. તેને બે કલાક ઢાંકીને રાખો. ત્યારબાદ તેલ ગરમ કરો. અંદરથી વરાળ નીકળે તેટલું ગરમ કરવું. ઠંડું પડે એટલે કાચની બરણીમાં તૈયાર કરેલું અથાણું ભરો અને તેના ઉપર તેલ ઉમેરીને હલાવી દો. ચણા-મેથી અને કાચી કેરીનું અથાણું રાત્રી ભોજનમાં ગરમાગરમ ભાખરી - પરોઠા સાથે સર્વ કરો.