સામગ્રીઃ ચણાનો લોટ - ૧ કપ • પાણી - અઢી કપ • ખાંડ - પોણો કપ • એલચીનો પાવડર - ૧ ચમચી • કેસર - થોડાંક તાંતણાં • ઘી - અડધો કપ • બદામની ચીરી - સજાવટ માટે
રીતઃ પાણીમાં ખાંડ મિક્સ કરીને ગરમ કરો. તેની ચાસણી બની જાય એટલે કેસરના તાંતણા અને એલચીનો પાવડર તેમાં નાંખી આંચ પરથી ઉતારી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં ચણાના લોટને સતત હલાવતાં રહી બદામી રંગનો થવા દો. તેની સુગંધ આવે એટલે તેમાં કેસર અને એલચીના પાવડરવાળી ચાસણીને થોડી થોડી નાંખતા જઈ મિક્સ કરો. આને સતત હલાવતાં રહો જેથી તેમાં ગાંઠ ન પડી જાય. આ રીતે બધી ચાસણી મિક્સ કરો અને મિશ્રણ કડાઈમાં ચોંટતું બંધ થાય એટલે આંચ પરથી ઉતારી લો. બદામની ચીરીઓથી સજાવો.