સામગ્રીઃ મકાઈ દાણા - ૫૦૦ ગ્રામ • દૂધ - ૧ કપ • કોર્નફ્લોર - ૧ ચમચી • મરીનો ભૂકો - ૧ ચમચી • સોયા સોસ - ૧ ચમચી • ચીલી સોસ - ૧ ચમચી • ડુંગળી - ૫૦ ગ્રામ • કેપ્સિકમ - ૫૦ ગ્રામ • મેંદો - ૧ કપ • સેન્ડવીચ બ્રેડ • તેલ જરૂર મુજબ • મીઠું સ્વાદનુસાર
રીતઃ મકાઈના દાણાને બાફી લો. ઠંડા દૂધમાં કોર્નફ્લોર એકદમ મિક્સ કરીને વ્હાઇટ સોસ બનાવો. તેમાં મકાઈના દાણા, મીઠું, મરીનો ભૂકો, સોયા સોસ, ચિલી સોસ, ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ તેમાં નાંખીને મકાઇના દાણાનો મસાલો તૈયાર કરો. ત્યારબાદ મેંદામાં મીઠું અને પાણી નાંખીને ખીરું તૈયાર કરો. બ્રેડની કિનાર કાઢીને તેના ચોરસ ટુકડા કરો. તૈયાર કરેલા મકાઈના દાણાવાળો મસાલો ભરીને તેના બોલ્સ બનાવી તેને ખીરામાં બોળીને તળી લો. જો માવો ઢીલો થયેલો લાગે તો તેમાં સોજી અથવા ટોસ્ટનો ભૂકો નાંખીને મિશ્રણ થોડું કડક બનાવી લેવું.
નોંધઃ આ જ માવાને તમે ત્રિકોણ બ્રેડ ઉપર પાથરીને તેના ઉપર ચીઝ ભભરાવી ઓવનમાં બેક પણ કરી શકો છો.