સામગ્રીઃ મગની મોગર દાળ (પલાળેલી) - એક કપ • 1 નંગ ડુંગળીની પેસ્ટ • આદું-મરચાં-લસણની પેસ્ટ - 1 ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • ગરમ મસાલો - 1 ચમચી • ધાણાજીરું પાઉડર - 1 ચમચી • દહીં - 2 ચમચી • ચાટ મસાલો - અડધી ચમચી • કોર્નફ્લોર - 1 ચમચી • કોથમીર જરૂર પ્રમાણે • ચીઝ છીણેલું - ૨૦ ગ્રામ
રીતઃ પહેલા મગની મોગર દાળને બે કલાક પલાળી રાખો. આ પછી પાણી નીતારી લઇને મગની થિક પેસ્ટ બનાવી લો. આ પછી તેમાં થોડું પાણી નાખીને ડુંગળીની પેસ્ટ, આદું-મરચાં અને લસણની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ બે ચમચી દહીં, ધાણાજીરું પાઉડર, કોર્નફ્લોર, ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લો. ટિક્કીનો આકાર બનાવીને તેમાં એક ચમચી છીણેલું ચીઝ ભરી ફરી ગોળ વાળી લો. પછી ટિક્કીને ધીમી આંચ પર તળી લો. બનાવેલી ચીઝી મગદાળ ટિક્કીને સોસ સાથે સર્વ કરો.