આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ લોટ માટે - મેંદો 2 કપ • ખાંડ – અડધી ચમચી • બેકિંગ પાવડર – અડધી ચમચી • બેકિંગ સોડા - પા ચમચી • ઘી - 3 ચરમી • દહીં - પા કપ • મીઠું - સ્વાદ મુજબ
(સ્ટફિંગ માટે) • બાફેલાં બટાકાનો માવો - 1 કપ • છીણેલું પનીર – 1 કપ • સમારેલી ડુંગળી - 2 નંગ • સમારેલાં લીલાં મરચાં - 2 નંગ • છીણેલું આદું - પા ચમચી • સમારેલી કોથમીર – 2 ચમચી • લાલ મરચું પાવડર – 1 ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • ધાણાજીરું - 1 ચમચી • આમચૂર પાવડર – 1 ચમચી • મરી પાવડર – પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીતઃ સૌપ્રથમ મેંદામાં ઉપર જણાવેલી સામગ્રી ઉમેરીને નાનનો લોટ બાંધી લો. થોડું તેલ લગાવી ઢાંકીને 20 મિનિટ માટે રાખી મૂકો. સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં બટાકાનો માવો, છીણેલું પનીર, સમારેલી ડુંગળી અને બાકીની સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો. હવે બાંધેલા લોટને થોડો મસળીને એક લૂઓ લઈને સ્ટફિંગ ભરીને નાન વણીને તૈયાર કરો. ઉપરની સાઈડ થોડું પાણી લગાવી કોથમીર ભભરાવીને હાથ વડે થોડી દબાવી લો. ચૂરચૂર નાનને બંને સાઈડ સારી રીતે શેકી લો. સર્વ કરતી વખતે નાનને મુઠ્ઠીમાં લઈને થોડી દબાવી સફેદ માખણ કે પછી બટર લગાવી સર્વ કરો.