સામગ્રી:(લોટ માટે) મેંદાનો લોટ - ૨ કપ • ઘઉંનો લોટ - અડધો કપ • ખાંડ - ૧ ચમચી • બેકિંગ સોડા - ૧ ચમચી • ઘી - ૨ ચમચી • દહીં - ૩ ચમચી • ગરમ પાણી જરૂરિયાત મુજબ • કોથમીર -૩ ચમચી • મીઠું સ્વાદ મુજબ
(સ્ટફિંગ માટે) પનીરની છીણ - ૧ કપ • મીઠું - સ્વાદ મુજબ • બાફેલાં બટાકા - ૧ કપ • શેકેલું જીરું - ૧ ચમચી • સમારેલી ડુંગળી - પા કપ • મરી પાઉડર - પા ચમચી • સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ • સમારેલી કોથમીર - ૨ ચમચી • ચિલી ફ્લેક્સ - ૧ ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • ચાટ મસાલો - ૧ ચમચી • કસૂરી મેથી - અડધી ચમચી
રીત: સ્ટફિંગ માટેની બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. લોટ બાંધવા માટે પહેલાં બધી જ ડ્રાય સામગ્રી મિક્સ કરી લો. ત્યારબાદ ૨ ચમચી ઘી અને લોટ માટેની બાકીની સામગ્રી ઉમેરી લોટ બાંધી લો. લોટને ૧ કલાક રેસ્ટ આપો. એક કલાક પછી લોટને એક બાજુથી રોલ કરી તેના ટુકડા કરી લેવા. આ ટુકડાઓને થોડી વાર ફ્રિજમાં મૂકી દેવા. હવે પરાઠાને વણીને તેમાં એક ચમચી સ્ટફિંગ મૂકો અને તેને બંધ કરી સ્ટફ પરાઠાની જેમ હળવા હાથે દબાવતા દબાવતા આંગળીઓ વડે ફેલાવીને કુલચાનો આકાર આપો. કુલચાને ફેલાવતી વખતે ઉપર સમારેલી કોથમીર ભભરાવી શકાય. તૈયાર કરેલાં કુલચાની પાછળ પાણી લગાવીને ગરમ તવી પર મૂકો. નોનસ્ટિક પર બંને બાજુ ડ્રાય રોસ્ટ કરવું. ચૂર ચૂર નાન પર બટર લગાવીને હાથ વડે દબાવી ક્રિસ્પી સર્વ કરો.