સામગ્રી: અડદનો લોટ - ૨૫૦ ગ્રામ • દળેલી ખાંડ - ૩૦૦ ગ્રામ • ઘી - ૨૫૦ ગ્રામ • સમારેલો સૂકો મેવો - બેથી અઢી કપ • શેકેલો ગુંદ - અડધો કપ • અડદિયાનો મસાલો - ૧ મોટી ચમચી • એલચી પાઉડર - અડધી મોટી ચમચી • ચોકલેટ એસેન્સ - અડધી ચમચી • ચોકો ચિપ્સ - ૧ મોટી ચમચી • ચોકલેટ પાઉડર - ૨ ચમચી • મિલ્ક પાઉડર - દોઢ ચમચી • ઘી - બે કપ • મલાઇ - દોઢ મોટી ચમચી
રીત: એક કડાઇમાં અડધા ભાગનું ઘી, દૂધ તથા મલાઈ સાથે ગરમ કરો અને પછી એમાં અડધો અડદનો લોટ ઉમેરીને ધાબો આપો. આ રીતે ધાબો આપવાથી અડદિયા કણીદાર બને છે. આ ધાબાને અડધા કલાક સુધી રાખી મૂકો. બીજી કડાઇમાં વધેલું ઘી અને લોટ ઉમેરીને લોટને સારી રીતે શેકો. લોટ બદામી રંગનો શેકાઇ જાય એટલે એની અંદર ઘીમાં તળેલો ગુંદ નાખો. હવે આ મિશ્રણમાં સૂકો મેવો, ચોકલેટ એસેન્સ, મિલ્ક પાઉડર, ચોકલેટ પાઉડર, ચોકો ચિપ્સ અને દળેલી ખાંડ, એલચી પાઉડર અને અડદિયાનો મસાલો મિક્સ કરો. આ મિશ્રણને થોડું ગરમ કરો. આ પછી એક થાળીમાં ઘી લગાવીને આ મિશ્રણને ૧૫થી ૨૦ મિનિટ માટે ઠરવા દો અને પછી એના પર કાજુ, બદામ, પિસ્તાની કતરણ છાંટો. તમારા સ્વાદિષ્ટ ચોકલેટ અડદિયા તૈયાર છે...