સામગ્રીઃ ૩૦ ગ્રામ ઘઉંનો લોટ • ૧૫ ગ્રામ મગની મોગર દાળનો લોટ • ૧૫ ગ્રામ ચણા દાળનો લોટ • ૩૦ ગ્રામ ચોખાનો લોટ • ૧૫ ગ્રામ મગની ફોતરાવાળી દાળનો લોટ • ૩૦ ગ્રામ બાજરીનો લોટ • લીલાં મરચાંની સૂકી પેસ્ટ (સ્વાદાનુસાર) • વઘાર માટે તેલ • બે ચમચી દહીં
રીતઃ તમામ દાળને દળીને એનો કરકરો લોટ બનાવો અથવા તો દરેક દાળના કરકરા અલગ લોટને ભેગા કરો. દહીં સહેજ ગરમ કરીને એમાં જરૂર અનુસાર પાણી, નમક અને લીલાં મરચાંની સૂકી પેસ્ટ મિક્સ કરીને લોટ બાંધી લો. લોટ બહુ ઢીલો ન હોવો જોઈએ. ત્રણથી ચાર ભાગમાં લોટના રોલ બનાવો અને થોડીક વાર રહેવા દો. આ લોટને મોટા વાસણમાં મૂકીને વીસેક મિનિટ માટે વરાળથી બાફી લો. વચ્ચે ચપ્પુ નાખીને ચેક કરી લો કે મૂઠિયાંના રોલ ચડી ગયા છે કે નહીં. ચડી જાય એટલે બહાર કાઢીને ઠરવા દો. નાનાં ગોળ ચકતાં કાપીને એને વઘારો. એ માટે પેણીમાં તેલ ગરમ કરીને રાઈ તતડાવીને મૂઠિયાંને ગરમ કરી લો. ગરમાગરમ જ સર્વ કરો.