સામગ્રીઃ બાસમતી ચોખા - દોઢ કપ • કાબુલી ચણા - ૧ કપ • એલચી - ૫થી ૬ નંગ • તમાલપત્ર - ૨ નંગ • લવિંગ - ૩ નંગ • તજ - નાનો ટુકડો • દહીં - દોઢ કપ • આદું પેસ્ટ – ૧ ચમચી • લીલાં મરચાંની પેસ્ટ - ૧ ચમચી • લસણ પેસ્ટ - ૧ ચમચી • ફૂદીનો - અડધો કપ • લાલ મરચું - ૧ ચમચી • હળદર - ૧ ચમચી • ગરમ મસાલો - ૧ ચમચી • સમારેલી કોથમીર - પા કપ • કાજુ-કિશમિશ - પા કપ • ડુંગળી - ૨ નંગ • કેસર થોડાંક તાંતણા • નવશેકું દૂધ – ૨ ચમચી
રીતઃ કાબુલી ચણાને આખી રાત પલાળીને તેમાં મીઠું ઉમેરીને કૂકરમાં ત્રણ સીટી વગાડીને બાફી લેવા. દહીં, આદું, લસણ અને મરચાંની પેસ્ટ, ફૂદીનો, કોથમીર, હળદર તથા ગરમ મસાલો નાંખીને મેરિનેટ થવા દો. એક વાસણમાં ચાર કપ પાણી ઉકાળીને મીઠું, એલચી, તમાલપત્ર, તજ તથા લવિંગ ઉમેરો. ચોખા ઉમેરો. ચોખા ચઢવા આવે એટલે ઓસાવી લો. ઠંડા થાય એટલે તેમાં દૂધમાં પલાળેલું કેસર ભેળવો. કડાઈમાં કાજુ અને કિશમિશને રોસ્ટ કરો. એ જ કડાઈમાં ડુંગળી સાંતળો. એક પેનને મધ્યમ આંચે ગરમ થવા દો. કોલસો સળગાવો. પેનમાં કેસરી ચોખા પાથરીને ઉપર કાજુ-કિશમિશ અને છોલેનું લેયર કરો. છેલ્લે ડુંગળી ભભરાવી, એલ્યુમિનિયમ ફોઈલ મૂકીને ગરમ કોલસો મૂકો અને તેના પર ઘી રેડો. ઢાંકીને ૧૫ મિનિટ રાખો. કોલસો કાઢી નાંખીને બિરિયાની મિક્સ કરો.