સામગ્રીઃ જાંબુ - ૫૦૦ ગ્રામ • દૂધનો પાવડર – ૩ મોટી ચમચી • ખાંડ - ૭ ચમચી • લીલા નારિયેળનું છીણ – અડધી વાટકી • સૂકાં કોપરાનું છીણ – ૪ ચમચી • કિશમિશ – અડધી વાટકી
રીતઃ જાંબુને સારી રીતે સાફ કરી લો અને પછી એના ઠળિયાં કાઢીને મિક્સરમાં જાંબુની પેસ્ટ તૈયાર કરી લો. એક મોટા પેનમાં લીલા નારિયેળની છીણ લઈને એને સારી રીતે શેકો. આ છીણ બરાબર શેકાઈ જાય એ પછી એની અંદર દૂધનો પાવડર, ખાંડ અને કિશમિશ નાખીને બધી વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી સારી રીતે હલાવો. હવે લીલા નારિયેળના મિશ્રણમાં જાંબુની પેસ્ટ નાંખીને સારી રીતે મિક્સ કરો અને સમગ્ર મિશ્રણને હળવા તાપે ચડવા દો. મિશ્રણ ચડી જશે એટલે કડાઈમાં છૂટું પડવા લાગશે. આ મિશ્રણ ઠંડુ પડે એટલે એનાં નાના બોલ વાળી લો. આ બોલને સૂકાં કોપરાંની છીણમાં રગદોળીને સજાવો. સજાવટ માટે તમે તમારી મનગમતી વસ્તુઓ કે ડ્રાયફ્રૂટ ટુકડાં વાપરી શકો છો.