સામગ્રીઃ • ૧ કપ ઠળિયા કાઢેલા જાંબુને ૨-૩ કલાક ડીપ ફ્રીઝ કરી લો • ૧ કપ ગ્રીક યોગર્ટ • ચપટી મીઠું • ૨ ચમચી મધ • ૪થી ૫ બરફના ટુકડા • ફૂદીનાના ફ્રેશ પાન - ગાર્નિશિંગ માટે
રીતઃ બ્લેન્ડર જાર લઇને તેમાં સૌપ્રથમ જાંબુ તથા બરફ ક્રશ કરી લો. આ પછી તેમાં બીજી સામગ્રી ઉમેરીને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લો. તેને ફેન્સી બાઉલમાં સર્વ કરો અને ફૂદીનાના તાજાં પાનથી ગાર્નિશ કરો.