સામગ્રીઃ પનીરના તળેલાં ટુકડા - ૫૦૦ ગ્રામ • કાચાં કેળાં - ૨ નંગ • ટામેટાં - ૨૫૦ ગ્રામ • ઘી કે માખણ - ૪ ટેબલસ્પૂન • વટાણા - ૨૫૦ ગ્રામ • ઝીણાં વાટેલાં મરચાં - ૧૦થી ૧૨ નંગ • ફણસી - ૨૫૦ ગ્રામ • કેપ્સિકમ - ૧૦૦ ગ્રામ • કોબી - ૧૦૦ ગ્રામ • અડધો કપ ક્રીમ કે મલાઈ • મીઠું - સ્વાદ મુજબ
(સૂકો મસાલો બનાવવા માટે) • ધાણા - ૧ ટેબલ સ્પૂન • લાલ મરચાં - ૫થી ૭ • જીરું - ૧ ટી સ્પૂન • તજ - ૮થી ૧૦ ટુકડા • લવિંગ - પ્રમાણસર • બે-ત્રણ ઈલાયચીના દાણા. આ તમામ સામગ્રીને સાધારણ શેકીને બારિક વાટી લેવી.
રીતઃ બધાં શાકના સાધારણ મોટા ટુકડા કરો. વટાણા, ફણસી અને કેળાંને બાફી લો. ટામેટાં બાફીને છાલ ઉતારીને ટુકડા કરી લો. કડાઈમાં માખણ કે ઘી ગરમ મૂકી તેમાં કેપ્સિકમ, મરચાં તથા કોબી સાંતળો. ટામેટાંના ટુકડા નાંખો. બે મિનિટ પછી બાફેલાં શાક, પનીરના ટુકડા, મીઠું, સૂકો મસાલો તથા અડધો કપ પાણી છાંટી ધીમા તાપે ૧૦ મિનિટ રહેવા દો. નાની કઢાઈમાં કાઢો અને ઉપર ક્રીમ નાંખી પીરસો.