સામગ્રીઃ ૨૫૦ ગ્રામ મોટાં મરચાં • ૨૫૦ ગ્રામ બેસન• ચપટી ખાવાનો સોડા • તળવા માટે તેલ • ટોમેટો કેચઅપ - સર્વિંગ માટે
(સ્ટફીંગ માટે)ઃ ૨ બાફેલા બટાકા • ૧/૨ ટીસ્પૂન શેકેલા જીરાનો પાઉડર • ૨ ટીસ્પૂન આદું-મરચાં પેસ્ટ • ૨ ટીસ્પૂન આમચૂર પાઉડર • ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો • ચપટી હીંગ • ૧ ટીસ્પૂન જીરું • ૧ ટીસ્પૂન હળદર • મીઠું જરૂર મુજબ
રીતઃ સૌપ્રથમ બાફેલા બટાકાને એક બાઉલમાં લઈ મેશ કરો અને તેમાં આદુ-મરચાની પેસ્ટ, આમચૂર પાઉડર મીઠું, જીરું પાઉડર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે એક બાઉલમાં બેસન લઈને એમાં હળદર, મીઠું, હિંગ, ખાવાનો સોડા નાખીને પાણી નાખતા જઈ થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરો. મરચાંને ધોઈને સાફ કરો અને વચ્ચેથી એમાં એક કટ મૂકો. હવે એમાં બટાકાનો મસાલો ભરીને બેસનના ખીરાથી કોટ કરીને ગરમ તેલમાં તળી લો. બરાબર ગોલ્ડન કલરના થાય એટલે ટિશ્યૂ પેપર પર કાઢી લો. ટામેટો કેચઅપ સાથે સર્વ કરો.