ટોનિક મિલ્ક મસાલા

Wednesday 23rd March 2016 04:53 EDT
 
 

સામગ્રીઃ ૨ ટેબલ સ્પૂન બદામ • ૨ ટેબલ સ્પૂન ચારોળી • ૨ ટેબલ સ્પૂન પિસ્તા • ૨ ટેબલ સ્પૂન ખસખસ • ૨ ટેબલ સ્પૂન કાજુ • ૨ ટેબલ સ્પૂન અખરોટ • ૧ ટેબલ સ્પૂન એલચીનો પાવડર • ૧/૨ ટી સ્પૂન જાયફળ પાવડર • ૧/૨ ટી સ્પૂન સૂંઠનો પાવડર • ૧/૨ સ્પૂન ટી સ્પૂન મરી પાવડર • ૧ ટી સ્પૂન કેસર • ૪ ટેબલસ્પૂન સાકર

રીતઃ બધાં ડ્રાયફ્રૂટ્સને વારાફરતી જરાક શેકી લેવાં (ચાર-પાંચ મિનિટ માટે). એક સ્ટીલનો ચમચો ગેસ પર ગરમ કરીને એમાં કેસરના તાંતણા નાંખીને ગરમ કરો અને તેને ડ્રાયફ્રૂટ્સમાં બીજા મસાલા સાથે મિક્સ કરી દો. એક મિક્સર જારમાં આ બધું મિશ્રણ નાખો. મિક્સરને થોડી-થોડી સેકન્ડ માટે ચાલુ-બંધ કરીને મિશ્રણનો કરકરો પાવડર કરો. (જો મિક્સર વધુ સમય ચાલુ રહેશે તો પાવડર ચીકણો થઈ જશે). આ મિલ્ક-મસાલાને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં રાખી મૂકો. જ્યારે મસાલા મિલ્ક બનાવવું હોય ત્યારે જરૂરત અનુસાર દૂધ ઉકાળીને ઘટ્ટ કરો. આ પછી એક ગ્લાસ દૂધ દીઠ બે ચમચાના માપમાં મિલ્ક-મસાલો નાખીને પાછું એક-બે મિનિટ ઉકાળો અને ગરમ ગરમ સર્વ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter