સામગ્રીઃ ટામેટા મોટા ૩ નંગ • મગની પીળી દાળ દોઢ ટે. સ્પૂન • કાંદો બારીક કાપેલો ૧ નંગ • કોર્નફ્લોર ૧ ટી સ્પૂન - પાણીમાં ઓગાળેલો • ખાંડ ૧ ટેબલ સ્પૂન • ગરમ દૂધ અડધો કપ • મીઠું અને મરીનો ભૂકો સ્વાદ મુજબ • ક્રીમ ૧ ચમચી • બ્રેડ ફ્રૂટોન્સ - સર્વ કરવા
રીતઃ ટામેટા અને મગની દાળને ત્રણ-ચાર વ્હિસલથી પ્રેશર કૂક કરો જેથી બરાબર ચઢી જાય. ત્યારબાદ બ્લેન્ડર ચલાવીને એકરસ કરીને ગાળી લો. એક પેનમાં માખણ ગરમ કરી કાંદાને ગુલાબી સાંતળી લો. આ પછી તેમાં ટામેટાં અને દાળનું મિશ્રણ રેડો. જરૂર મુજબ પાણી ઉમેરો અને ઉકળવા દો. ઉકળી જાય એટલે ઓગાળેલો કોર્નફ્લોર ઉમેરો. તેમાં ગરમ દૂધ ઉમેરો. સ્વાદ મુજબ ખાંડ નાંખો. ખાંડ ઓગળે એટલે મીઠું-મરીનો ભૂકો ઉમેરો. એક બાઉલમાં સૂપ કાઢી લો. ક્રીમથી ગાર્નિશ કરી બ્રેડ ફ્રૂટોન્સ સાથે સર્વ કરો.