સામગ્રીઃ ૧૦૦ ગ્રામ સૂકું કોપરું • ૧૫૦ ગ્રામ ગોળ • ૫૦ ગ્રામ ગુંદર (૧/૪ કપ) • ૧ ટીસ્પૂન ખસખસ • ૩ ટેબલસ્પૂન કાજુ-બદામ-પિસ્તાં શેકેલાં (તળેલાં, ઝીણા ટુકડા) • બે ટેબલસ્પૂન ઘી તળવા માટે • ૧/૪ કપ કાળી દ્રાક્ષ (ઘીમાં તળેલી) • ૧/૪ ટીસ્પૂન જાયફળ
રીતઃ એક નોનસ્ટિક પેનમાં કોપરાને શેકીને બાજુ પર મૂકો. ખસખસને શેકી લો. (પેન ગરમ કરીને બર્નર બંધ કર્યા બાદ તેમાં ખસખસ શેકવી અથવા માઇક્રો અવનમાં ૩૦ ડિગ્રી સેલ્સિયસ સેકન્ડ પાવર પર શેકવી.) બે ટેબલસ્પૂન ઘીમાં ડ્રાયફ્રૂટ્સ સાંતળીને એમાં જ કાળી દ્રાક્ષને પણ તળી લેવી. એ જ પેનમાં ગુંદરને તળી લેવો. બધાને વારાફરતી તળીને બહાર કાઢી લો. બીજા એક પેનમાં ગોળનો પાયો તૈયાર કરો. એમાં એક ટેબલસ્પૂન ઘી ઉમેરવું. ચીકાશ પડતું થાય એટલે ગેસ બંધ કરીને એમાં ઉપરની તમામ સામગ્રી મિક્સ કરી એના લાડુ વાળી લો. લાડુને ખસખસમાં રગદોળવા અથવા ખસખસને અંદર મિક્સ કરવી.