આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ 1 લિટર દૂધ • 150 ગ્રામ ખાંડ • 500 મિલી દૂધ • 3 ટે.સ્પૂન દળેલી ખાંડ • 2 ટે.સ્પૂન દહીં • 1 ટીસ્પૂન લીંબુનો રસ
• 2 ટે.સ્પૂન અધકચરી ખાંડેલી બદામ • 1 ટીસ્પૂન અખરોટનો ભૂકો • 1 ટે.સ્પૂન કાજુનો ભૂકો • 1 નંગ સફરજન • 3 સ્લાઈસ પાઈનેપલ • થોડાં નંગ લીલી દ્રાક્ષ • અડધી ટીસ્પૂન ઈલાયચીનો ભૂકો • 2 ચપટી જાયફળનો ભૂકો • અડધી ટીસ્પૂન ઘી
રીતઃ 1 લિટર દૂધ ઉકાળવા મૂકવું. સતત હલાવતા રહેવું. ખાંડ ઉમેરવી. ઉકાળવાનું ચાલુ રાખો. ખાંડનું પાણી બળે અને ગુલાબી રંગનું જાડું દૂધ એટલે કે રબડી તૈયાર થાય એટલે ઉતારી લો. હવે બીજા 500 ગ્રામ દૂધને ઉકાળી, દહીં તથા લીંબુનો રસ નાંખીને ફાડો અને પનીર બનાવો. મોટી પ્લાસ્ટિકની ગરણીમાં થોડી વાર રાખીને પાણી નિતારી લો. ત્યારબાદ દળેલી ખાંડ ભેળવો. રબડી તથા પનીર ભેગાં કરી ઈલાયચી તથા જાયફળનો ભૂકો નાંખવો. ઘી ગરમ મૂકીને બધા સૂકા મેવાનો ભૂકો સહેજ સાંતળીને તેમાં ઉમેરી દો, અને સહેજ હલાવી ફ્રીજમાં રાખો. સફરજનને છોલીને છીણવું. પાઈનેપલના નાના કટકા કરો. એક દ્રાક્ષના બે કટકા કરો. રબડી-પનીરના મિશ્રણમાં ફ્રેશ ફ્રૂટ ભેળવો. થોડું ગાર્નિશિંગ માટે રાખવું. સર્વ કરતી વખતે બાઉલમાં કાઢી ઉપર તાજા ફ્રુટના ટુકડા મૂકવા. આ સ્વીટ ઢીલા પુડિંગ જેવી બનશે. સ્વાદિષ્ટ સ્વીટ ડિશ તૈયાર છે.