સામગ્રી: કોબીજ - ૨ કપ • ગાજર - ૨ નંગ • ડુંગળી - ૩ નંગ • આદું - ૧ ટુકડો • લસણ - ૧૦ કળી • સમારેલી લીલી ડુંગળી - ૧ કપ • મેંદો - ૩ ચમચી • કોર્નફ્લોર - ૩ ચમચી • મરી પાઉડર - ૨ ચમચી • સોયા સોસ - ૧ ચમચી • ચિલી સોસ - ૧ ચમચી • વિનેગર - પા ચમચી • તેલ - ૩ ચમચી • તળવા માટે તેલ • મીઠું - સ્વાદ મુજબ
રીત: કોબીજને ચોપરમાં ચોપ કરીને તેમાં મીઠું નાખી રાખી મૂકો. આ જ રીતે ગાજર, ડુંગળીને પણ ચોપ કરી લો. કોબીજમાં બધા મસાલા, મેંદો અને કોર્નફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેના નાના ગોળા વાળી લો. કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે વાળેલા ગોળાને ધીમા તાપે તળી ગોલ્ડન બ્રાઉન તળી લેવા. હવે અન્ય એક પેનમાં ૩ ચમચી તેલ ગરમ મૂકો. તેમાં આદું-લસણની પેસ્ટ અને લીલી ડુંગળી સાંતળો. ડુંગળી થોડી ચડે એટલે તેમાં સમારેલાં કેપ્સિકમ મિક્સ કરો. હવે તેમાં ચિલી સોસ, વિનેગર અને સોયા સોસ ઉમેરો. તળેલાં મંચુરિયન ઉમેરીને હલાવો. ડ્રાય મંચુરિયનને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી કોથમીર અને લીલી ડુંગળીનાં પાન ભભરાવી ગરમાગરમ સર્વ કરો.