સામગ્રીઃ ઓટ્સ ૧ કપ • સમારેલાં અખરોટ ૧ ચમચો • સમારેલી બદામ ૧ ચમચો • તલ ૨ ચમચાં • ઘી ૨ ચમચાં • ગોળ જરૂર મુજબ • એલચીનો ભૂક્કો અડધી ચમચી • દૂધ ૨ ચમચાં
રીતઃ પેન ગરમ કરીને તેમાં ઓટ્સ અને બધા ડ્રાયફ્રૂટસ શેકી લો. આ પછી તેને કાઢીને ઠંડા થવા દો. હવે પેનમાં તલ નાખીને મધ્યમ આંચે શેકો. તેને પણ કાઢીને ઠંડા થવા દો. ગરમ પેનમાં ઘી અને ગોળ નાખીને મિક્સ કરો અને ધીમી આંચે એક મિનિટ સુધી રહેવા દો. હવે તેમાં શેકેલા ઓટ્સ, ડ્રાયફ્રૂટ્સ, તલ અને એલચીનો પાઉડર નાખી એકદમ મિક્સ કરો. આ પછી દૂધ રેડો. તૈયાર મિશ્રણમાંથી લાડુ વાળી લો.