સામગ્રીઃ ૨૦૦ ગ્રામ શેકેલા તલ • ૧૦૦ ગ્રામ બદામ-ઝીણી સમારેલી • ૧૦૦ ગ્રામ પિસ્તા - ઝીણા સમારેલા • ૧૦૦ ગ્રામ કિસમિસ • ૧૦૦ ગ્રામ ચારોળી • ૧૦૦ ગ્રામ અખરોટ - અધકચરા ભૂકો કરેલા • ૫૦ ગ્રામ સૂકું કોપરું - ચીપ્સ કરેલું • ૩૦૦ ગ્રામ ખાંડ • ૧૦૦ ગ્રામ ગોળ • એક ચપટી સાઈટ્રિક એસિડ
રીતઃ એક પેનમાં ખાંડ અને ગોળ લો અને તે ડૂબે એટલું પાણી નાંખીને બર્નર પર મૂકો. સતત હલાવતા રહો અને દોઢ તારની ચાસણી તૈયાર કરો. તેમાં એક ચપટી સાઈટ્રિક એસિડ નાંખીને ગેસ બંધ કરી દો. આ ચાસણીમાં ઉપરોક્ત બદામ, પિસ્તા, કિસમિસ, ચારોળી, અખરોટ સહિતના બધા મેવા અને પછી તલ નાંખો. મિશ્રણને એકદમ હલાવીને મિક્સ કરો. એક સમતળ સ્થાન પર પ્લાસ્ટિક સીટ પર આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ ઠાલવી દો. તેના ઉપર બીજી એક પ્લાસ્ટિક સીટ મૂકીને વેલણથી પાતળું પડ વણી લો. ઉપરનું પ્લાસ્ટિક સીટ દૂર કરો અને થોડું ગરમ હોય ત્યારે નાઇફ વડે ચોરસ ટુકડા કરી લો.