આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ફૂલ ફેટ મલાઈવાળું દૂધ - 1 લીટર • ખાંડ - 1 કપ • બદામ (પલાળીને છાલ કાઢેલી) - 20થી 25 નંગ • કાજુ (પલાળેલા) - 20થી 25 નંગ • ફોલેલા પિસ્તા - 20થી 25 નંગ • મગજતરીના બી - 3 ચમચી
• ખસખસ - 3 ચમચી • વરિયાળી - 1 ચમચી • કેસર - 8થી 10 તાંતણા • ઈલાયચી - 8થી 10 • તજ - નાનો ટુકડો • મરી - 5થી 7 નંગ • ગુલાબની સૂકી પાંદડી - પા કપ
રીત: એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળીને અડધું થાય એટલે ખાંડ અને કેસર ઉમેરો. એ પછી દૂધને ફક્ત પાંચ મિનિટ ઉકાળીને બંધ કરી દો. ઠંડાઈ માટે સુકામેવાની પેસ્ટ બનાવવા કાજુ, પિસ્તા, બદામ, વરિયાળી, મગજતરીના બી અને ખસખસને એક સાથે પીસી લો. સ્મૂધ પેસ્ટ બનાવવા થોડું દૂધ પણ ઉમેરી શકો છો. ઈલાયચી, ગુલાબની પાંદડી, તજ અને મરીનો પાઉડર બનાવી લો. ઉકાળેલા દૂધમાં સુકામેવાની પેસ્ટ અને તૈયાર કરેલો પાઉડર ઉમેરો અને ધીમા તાપે પાંચેક મિનિટ ઉકાળો. એકદમ ઠંડું કરીને સર્વ કરો.