સામગ્રી: બોઇલ્ડ પાસ્તા - ૧૦૦ ગ્રામ • પનીરના ટુકડા - ૧૦૦ ગ્રામ • બટર - ૨ ટેબલ સ્પૂન • દહીંનો મસ્કો - ૧ કપ • કોર્ન ફ્લોર - ૧ ટેબલ સ્પૂન • હળદર ૧ ટી સ્પૂન • પંજાબી મસાલો ૧ ટેબલ સ્પૂન • લાલ મરચુ પાઉડર ૧ ટી સ્પૂન • ઓલીવ ઓઈલ ૧ ટેબલ સ્પૂન • કોથમીર સજાવટ માટે • કેપ્સિકમ અડધો કપ • રેડ ચીલી સોસ ૧ ટેબલ સ્પૂન • ક્રીમ ૧ ટેબલ સ્પૂન • મીઠું સ્વાદ અનુસાર
રીતઃ એક બાઉલમાં દહીંનો મસ્કો અને કોર્ન ફ્લોર બરાબર મીક્સ કરી લો. તેમાં મરચું, હળદર, લાલ મરચું, પંજાબી મસાલો ઉમેરી મીક્સ કરો અને તેમાં પનીરના ટુકડા નાંખીને હળવા હાથે હલાવી લો. આ ટુકડાને એક કલાક ફ્રીઝમાં મેરિનેટ થવા રાખો. એક પેનમાં બટર ગરમ કરીને પનીરના મેરિનેટ થયેલા ટુકડાને હળવા હાથે ગ્રીલ કરી લો. હવે બીજા પેનમાં ઓલીવ ઓઇલ ગરમ કરીને તેમાં કેપ્સિકમ બે મિનિટ સાંતળો. ત્યાર પછી તેમાં પાસ્તા, પનીરના ટુકડા, રેડ ચીલી સોસ અને કોથમીર નાંખીને બરાબર મીક્સ કરો. બર્નર બંધ કરીને તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરો. પ્લેટમાં લઈ તંદુરી પનીર પાસ્તાની મજા માણો.