સામગ્રીઃ ૨૦૦ ગ્રામ સફેદ તલ • ૩૦૦ ગ્રામ ગોળ • ૧૫થી ૧૬ નંગ બદામ - સમારેલી • ૧૫-૧૬ નંગ કાજુ • ૨-૩ ઈલાયચી વાટેલી • ૩ ચમચી ઘી
રીતઃ સૌ પહેલાં ગેસ પર મધ્યમ તાપ પર એક કડાઈ રાખો અને તેમાં તલને સારી રીતે શેકી લો. તેને એક પ્લેટમાં કાઢો. તલ ઠંડા થાય ત્યાં સુધીમાં કડાઈમાં ઘી અને ગોળ નાંખી ધીમા તાપ પર પકવો. ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં તલને મિક્સરમાં કકરા વાટી લો. એક મોટી અને થોડી ઊંડી પ્લેટને ઘી લગાવીને ચીકણી કરી લો. હવે ચાસણીમાં ઈલાયચી પાવડર અને તલનો ભૂક્કો નાંખી સારી રીતે મિક્સ કરતાં રહી થોડી વાર ગેસ પર જ રાખો. પછી તાપ બંધ કરી આ મિશ્રણને ચીકણી કરેલી પ્લેટમાં નાંખી ફેલાવી લો. હવે તેના પર કતરણ કરેલો મેવો ભભરાવી દો. જ્યારે મિશ્રણ થોડું સખ્ત થઈ જાય તો તેને વેલણથી ફેલાવી દો. દસેક મિનિટ પછી તેમાં ચપ્પા વડે મનપસંદ આકારમાં આંકા પાડી કાપી લો. અડધો કલાક એમ જ રાખી મૂકો, જેથી ગજક સારી રીતે સેટ થઈ જાય. આ ગજકને તરત પણ ખાઈ શકાય અને ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો.