સામગ્રીઃ તલ અડધો કપ • ઘી પા કપ • ગોળ અડધો કપ • રવો પા કપ • એલચીનો પાઉડર પા ચમચી
રીતઃ તલને આખી રાત પલાળી રાખો. તે પછી સવારે પાણી નિતારીને મિક્સીમાં ક્રશ કરી બારીક પેસ્ટ તૈયાર કરો. હવે કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં રવાને બદામી રંગનો શેકો. તે પછી તલની પેસ્ટ નાખો અને આછા બદામી રંગની થાય ત્યાં સુધી સતત હલાવતાં રહી શેકો. જરૂર પડે તો પાણી ઉમેરી શકો છો. આ પછી ગોળ નાખી ત્રણ-ચાર મિનિટ હલાવો. છેલ્લે એલચીનો પાઉડર ભેળવીને આંચ પરથી ઉતારી લો. સૂકા મેવાથી સજાવી ગરમ ગરમ જ મજા માણો. શિયાળામાં આ શીરો ખૂબ લાભકારક છે. તેનાથી ઠંડીમાં શરીરને ઊર્જા મળે છે અને ગરમાવો પણ રહે છે.