સામગ્રીઃ દોઢ કપ ઘઉંનો લોટ અથવા મલ્ટિગ્રેન આટા • ૧ ટી સ્પૂન મીઠું • લોટ બાંધવા પૂરતું દૂધ • બે ટેબલ સ્પૂન ઘી અથવા બટર અથવા તેલ મોણ માટે
(પૂરણ માટે) • અડધો કપ અડદની અથવા ફોતરાવાળી મગની દાળ • અડધી ટી-સ્પૂન હિંગ • બે ટેબલ સ્પૂન ચણાનો લોટ • ૧ ટી સ્પૂન વરિયાળી પાવડર • ૧ ટી સ્પૂન ધાણા પાવડર • બે ટી સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ • ૧ ટેબલ સ્પૂન કોથમીર ઝીણી સમારેલી • ૧ ટેબલ સ્પૂન તેલ • સ્વાદ અનુસાર મીઠું
રીતઃ લોટમાં મીઠું નાંખો અને દૂધથી લોટ બાંધો. અડધો કલાક બાજુ પર મૂકી રાખો. દાળને ૫-૬ કલાક ભીંજવવી. એને પાણી નીતારીને એકદમ કોરી કરો અને આદું-મરચાં-મીઠું નાંખીને કરકરી પીસી લો. એક નોન-સ્ટીક પેનમાં તેલ લઈને એમાં હિંગ, બે ટેબલ સ્પૂન ચણાનો લોટ શેકી લો. એમાં પીસેલી દાળ મિક્સ કરીને બાકીના મસાલા નાખી એનું લચકા પડતું પૂરણ તૈયાર કરો. લોટને બરાબર મસળીને એમાંથી લુઓ લઈને સ્ટફિંગ ભરીને પરાઠા વણો. નોનસ્ટિક તવા પર બટર અથવા ઘીથી પરાઠાને બન્ને સાઇડ શેકી લો. દહીં અથવા પિકલ સાથે ગરમ ગરમ સર્વ કરો.