સામગ્રીઃ આખા અડદ - અડધો કપ • રાજમા - ૨ ચમચા • ઘી - ૧ ચમચી • માખણ - ૨ ચમચી • મલાઈ - અડધો કપ • ડુંગળી - ૨ નંગ • ટામેટાં - ૨ નંગ • મીઠું- સ્વાદ મુજબ • જીરું - ૧ ચમચી • ગરમ મસાલો - પા ચમચી • મરચું - અડધી ચમચી • લસણ - ૧૦ કળી • આદું - નાનો ટુકડો • સમારેલી કોથમીર - ૧ ચમચો
રીતઃ રાજમા અને અડદને આખી રાત પાણીમાં પલાળો. તેનું પાણી નિતારીને કૂકરમાં બે કપ પાણી અને ચપટીક સોડા નાંખીને ત્રણ સિટી વાગે ત્યાં સુધી બાફી લો. તેનું નિતારેલું પાણી અલગ રાખવું. હવે એક તપેલીમાં ઘી ગરમ કરીને તેમાં માખણ ઉમેરો. તેમાં જીરું શેકો. ત્યારબાદ લસણની પેસ્ટ, સમારેલું આદું, સમારેલી ડુંગળી સાંતળીને મીઠું નાંખો. ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યારે તેમાં ટામેટાં પ્યુરી ઉમેરીને બે મિનિટ રહેવા દો. ત્યારબાદ તેમાં બાફેલા અડદ અને રાજમા તેમ જ તેના અલગ રાખેલા પાણીમાંથી એક કપ પાણી ભેળવો. મલાઈ પણ નાંખો. બધું સારી રીતે હલાવીને તેમાં મરચું અને ગરમ મસાલો નાંખો. ઘટ્ટ ગ્રેવી થાય એટલે આંચ પરથી ઊતારીને માખણ અને કોથમીરથી સજાવો.