સામગ્રીઃ ૪ કપ રાંધેલા ભાત • ૧ નંગ સમારેલું કેપ્સિકમ, • ૧ નંગ સમારેલું ગાજર
• ૧૦૦ ગ્રામ પાલક • ૧ કપ મકાઇ દાણા • અડધો કપ પનીરનો ભૂકો • અડધી ચમચી ગરમ મસાલો • અડધી ચમચી મરીનો ભૂકો • મીઠું - સ્વાદ મુજબ • ૪ ચમચી ઘી
રીત: એક પેનમાં મધ્યમ આંચે ઘી ગરમ કરો. તેમાં સમારેલી પાલકને અડધી મિનિટ સાંતળો. આ પછી સમારેલાં ગાજર અને કેપ્સિકમ નાખીને મિક્સ કરો. મકાઇના દાણા નાખી થોડી મિનિટ સુધી હલાવો. છેલ્લે તૈયાર ભાત ઉમેરીને હલાવીને મિક્સ કરો. મીઠું, મરીનો ભૂકો અને ગરમ મસાલો ભેળવી થોડી વાર હલાવતાં રહી તેને સીઝવા દો. તૈયાર થયેલા દિલરુબા રાઇસ પર પનીરના ભૂકાથી સજાવટ કરો. રાયતા કે કરી સાથે તેનો સ્વાદ માણો.