આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ ફૂલ ક્રીમ દૂધ - 1 લીટર • ખાંડ - 1/4 કપ • ચોખા - 2 ટેબલસ્પૂન • કેસરના તાંતણા - 10-12 • ચારોળી - 2-3 ચમચી • બદામની કતરણ - 2 ચમચી • પિસ્તાની કતરણ - 1-2 ચમચી • એલચી પાઉડર - 1/4 ચમચી • જાયફળ પાઉડર - અડધી ચમચી • ઘી - 2 ચમચી
રીતઃ એક વાટકી દૂધ અલગ રાખીને બાકીનું દૂધ એક પેનમાં લઇને ગરમ કરો. એક વાટકીમાં ચોખાને ગરમ પાણીમાં પલાળી દો. દૂધમાં એક ઉભરો આવે એટલે બે ચમચી ચોખા ઉમેરો. ચોખાને દૂધમાં ઉમેરતા પહેલા તેમાં એક ચમચી ઘી મિક્સ કરી લો. બીજા પેનમાં ઘી લગાવી લો. તેમાં એક વાટકી અલગ રાખેલું દૂધ ઉમેરો. તેમાં અડધી વાટકી ખાંડ ઉમેરો. એક નાની વાટકી મિલ્ક પાવડર ઉમેરો અને બરાબર 2 મિનિટ હલાવીને મિક્સ કરો. પછી ધીમા ગેસે ખાંડને ઓગાળી લો. ઉકળતા દૂધમાં આ ખાંડવાળું દૂધ ઉમેરી દો. પછી ગેસ પર પાંચેક મિનિટ તેને ઉકાળો. પછી તેમાં સમારેલા પિસ્તા-બદામ ઉમેરો. એક ચમચી ચારોળી ઉમેરો. દૂધમાં ઓગાળેલું કેસર ઉમેરો અને બે મિનિટ ઉકળવા દો. દૂધમાં બબલ્સ થવા લાગે એટલે ગેસ બંધ કરી દો. પછી તેમાં અડધી ચમચી એલચી અને જાયફળ પાવડર ઉમેરો. દૂધપાકને ઠંડો કરી સર્વ કરો.