સામગ્રીઃ દુધીના ટુકડા - 1 કપ • કોથમીર - પા કપ • આદુ - નાનો ટૂકડો • લીલાં મરચાં - 3 નંગ • જીરું - અડધી ચમચી • સિંધાલૂણ - જરૂર મુજબ • પાણી - જરૂર મુજબ • ફરાળી લોટ - 1 કપ • દહીં - પા કપ • લીંબુનો રસ - અડધી ચમચી
રીતઃ દુધીના ટુકડા, આદુ, જીરું, લીલા મરચાં, સિંધાલૂણ અને જરૂર મુજબ પાણી ઉમેરો અને ગ્રાઇન્ડરમાં સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે એક બાઉલમાં દુધીની પેસ્ટ, ફરાળી લોટ અને દહીં મિક્સ કરો. ધીમે ધીમે પાણી ઉમેરો અને હલાવતા જાવ. થોડુંક ઘટ્ટ ખીરું બનાવી લો. પુડલાના ખીરાને ઢાંકીને 15 મિનિટ સાઇડમાં રહેવા દો. હવે એક નોનસ્ટિક પેન ગરમ થવા મૂકો. ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી પુડલા ઉતારો. દહીંની અંદર સિંધાલૂણ અને લાલ મરચું ભભરાવીને સ્વાદિષ્ટ પુડલા પીરસો.