સામગ્રી અને રીતઃ એક બાઉલ છીણેલી દુધીમાં અડધો બાઉલ કોથમીર, 8 કળી લસણ અને 5 લીલા મરચા ક્રશ કરીને ઉમેરવા. આ પછી 2 ચમચી મકાઇનાે લોટ, 1 ચમચી જુવાર લોટ, 1 ચમચી જવનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ ઉમેરીને બધું મિક્સ કરો. આ પછી 1 ચમચી આમચુર, 1 ચમચી મીઠું, અડધી ચમચી મેથી મસાલો, 1 ચમચી હળદર ઉમેરો અને મિક્સ કરો. ચપટિક ઇનો ઉમેરીને કરી લોટ બાંધી લેવો. લુવા પાડીને તેલ ચોપડી હાથેથી થેપી લેવા. શરૂઆત તાપ વધારે રાખવો. બીજી સાઇડ ઓછો રાખવો. સરસ તળીને ચટણી કે દહીં સાથે સર્વ કરવા.