સામગ્રીઃ ૧ મોટું રીંગણ • ૧/૨ ટી સ્પૂન જીરું • ૩ લીલાં મરચાં • ૧ ટી સ્પુન હળદર • ૨ ટી સ્પૂન આદુની પેસ્ટ • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું • ૨૦૦ ગ્રામ દહીં • ૧ ટી સ્પૂન ખાંડ • મીઠું સ્વાદ અનુસાર • જરૂર મુજબ સરસવનું તેલ • ગાર્નિશિંગ માટે કોથમીર
રીતઃ રીંગણની ગોળ સ્લાઈસ કરો. રીંગણને મીઠું અને હળદર લગાડીને મેરિનેટ કરી ૧૫-૨૦ મિનિટ રહેવા દો. એક પેનમાં તેલ ગરમ કરીને રીંગણની સ્લાઇસને સોનેરી તળીને બાજુ પર રાખો. એક પેનમાં તેલ ગરમ કરી જીરું નાખીને વઘાર કરો. તેમાં આદુની પેસ્ટ નાંખીને થોડી વાર સાંતળો. તેમાં લીલા મરચાં, હળદર, લાલ મરચું અને થોડુંક પાણી નાખીને મસાલા સાંતળી ગેસ ધીમો કરો. દહીંમાં ખાંડ અને મીઠું નાંખીને વલોવી તેને મસાલામાં નાંખો. એકદમ હલાવીને મિક્સ કરો. તેમાં તળેલા રિંગણ નાંખીને થોડી મિનિટ થવા દો. ગેસ પરથી ઉતારીને કોથમીરથી ગાર્નિશ કરીને ભાત સાથે સર્વ કરો.