સામગ્રીઃ અંજીર - ૨૫૦ ગ્રામ • કાજુ - ૧૦૦ ગ્રામ • પીસેલી ઈલાયચી - એક નાની ચમચી • છીણેલો માવો - ૧૫૦ ગ્રામ • મધ – બેથી ત્રણ મોટા ચમચા • કોકો પાવડર – બે નાની ચમચી
રીતઃ સૌપ્રથમ કાજુને અધકચરા સમારી લો. અંજીરમાં મધ મેળવીને પીસી લો. હવે કડાઈમાં માવો નાંખીને હળવો શેકી લો. પછી એમાં અંજીરની પેસ્ટ, કોકો પાવડર અને પીસેલી ઈલાયચી નાંખીને એકદમ ધીમા તાપે પકવો. પકવો ત્યારે ધીમે ધીમે હલાવતા રહેવું. થોડી વાર પછી મિશ્રણ એક જગ્યાએ બાંધેલા લોટની કણકની જેમ દેખાવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. તૈયાર મિશ્રણમાંથી અડધું લઈને પ્લાસ્ટિકની શીટ પર ફેલાવી દો. એની ઉપર કાજુ ભભરાવો. પછી બચેલું મિશ્રણ તેની ઉપર પાથરો. તૈયાર સેન્ડવીચને ચોરસ ટુકડામાં કાપીને ઉપર અડધા કાજુથી સજાવીને પીરસો.