સામગ્રીઃ ૨૫૦ ગ્રામ સિડલેસ ખજૂર • ૫૦ ગ્રામ દળેલી ખાંડ • ૧૦૦ ગ્રામ પનીર (ઘરે બનાવેલું) • ૨ ટેબલ સ્પૂન કાજુનો ભૂકો • ૧ ટેબલ સ્પૂન તાજા કોપરાનું છીણ • અડધી ચમચી ઇલાયચીનો ભૂકો • અડધી ચમચી જાયફળનો ભૂકો • ૧ વાડકી રાજગરાનો લોટ • અડધી વાડકી શીંગોડાનો લોટ • ૧ ટેબલસ્પૂન તેલ • અટામણ માટે શીંગોડાનો લોટ • અડધી વાડકી દૂધ • ૧ ટી સ્પૂન ઘી તથા ચોપડવા માટે ઘી
રીતઃ ખજૂરને નાના ટુકડામાં સમારી લો. દૂધ નાખી બ્લેન્ડરમાં હલાવી માવો કરવો. ઘી ગરમ મૂકી ખજૂરનો માવો, પનીર, ખાંડ તથા કાજુનો ભૂકો ધીરો તાપે સાંતળો. મિશ્રણ જરા ઘટ્ટ થાય એટલે કોપરું, ઈલાયચી, જાયફળ ભેળવવું. મિશ્રણ ઠંડુ પડે એટલે ઘીવાળા હાથે નાના ગોળા વાળવા. રાજગારા અને શીંગોડાનો લોટ ભેગો કરીને તેલનું મ્હોણ નાંખવું. પાણીથી કણેક બાંધવી. બે નાની રોટલી વણવી. એક ઉપર પૂરણનો ગોળો પાથરવો. કિનાર ઉપર ભીની આંગળી પેરવી ઉપર બીજી રોટલી મૂકીને કિનાર દબાવી દેવી. હાથ વડે જરા થેપીને ગરમ તવી ઉપર બંને બાજુએ ગુલાબી શેકી ઉપર ઘી લગાવવું. બાકીની પૂરણપોળી તે જ પ્રમાણે બનાવવી. પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ફરાળી વાનગી.