સામગ્રીઃ લીંબુ - એક કિલો • કોપરાનું ખમણ - ૨૦૦ ગ્રામ • મરચું - ૧૦૦ ગ્રામ • તેલ - દોઢ ચમચો તેલ • રાઈના કુરિયાં - પા વાટકી • હિંગ, હળદર અને મીઠું - પ્રમાણસર
રીતઃ બધા લીંબુના ૪ ટુકડાં કરી લો. તેમાં હળદર, મીઠું ભેળવી લો અને બરણીમાં ચારેક દિવસ માટે રાખી મૂકો. તેમાં કોપરાનું ખમણ નાંખો. તેલ ગરમ કરીને તેમાં લીંબુ અને કોપરાનું ખમણ ભેળવીને હલાવો અને બરણીમાં ભરી લો. છેલ્લે લીંબુનો રસ નાંખો. થોડા દિવસ પછી ઉપયોગમાં લઈ શકાશે.