સામગ્રી: બે કપ તાજું ખમણેલું નાળિયેર • પોણો કપ પીસેલી સાકર • એક ટેબલસ્પૂન ઘી • બે ટેબલસ્પૂન સમારેલો મિક્સ મેવો • ઇલાયચી સ્વાદ અનુસાર
રીતઃ એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં ખમણેલું નાળિયેર અને સાકર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. તેને સતત હલાવતાં રહીને ૧૦ મિનિટ સુધી ધીમા તાપે રાંધો. આ પછી તરત જ મિશ્રણને ગ્રીઝ કરેલી થાળીમાં નાખો અને તેને સરખી રીતે પાથરી દો. તેના ઉપર મિક્સ મેવો છાંટીને હળવા હાથે દબાવો. ૩૦ મિનિટ માટે ઠંડું થવા બાજુ પર રાખો. ઠંડું થઇ જાય એટલે છરી વડે કાપા કરી લો. કાપા કરી તેને થોડા કલાકો રેફ્રિજરેટરમાં મૂકી દો જેથી થોડાક કઠણ થઇ જાય. પછી પીરસો.