સામગ્રીઃ કેપ્સિકમ - 2 નંગ • પનીર ક્યુબ્સ – 2 કપ • તેલ – 4 ચમચી • લીલાં મરચાંની પેસ્ટ - 2 ચમચી • ટામેટા કેચપ - 2 ચમચી • સોયા સોસ – 1 ચમચી • વિનેગર - 1 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • કોર્નફ્લોર - 1 ચમચી (3 ચમચી પાણી સાથે)
રીતઃ એક પેનમાં તેલ ગરમ મૂકો. પનીર ક્યુબ્સને હલકા સોનેરી થાય ત્યાં સુધી સાંતળીને બાજુ પર રાખો. હવે એ જ પેનમાં સમારેલા કેપ્સિકમના ટુકડા ઉમેરો. હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકી કેપ્સિકમ નરમ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં મરચાંની પેસ્ટ, ટોમેટો કેચપ, સોયા સોસ અને વિનેગર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે પીનર ક્યુબ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. એક બાઉલમાં કોર્નફ્લોર અને 3 ચમચી પાણી સારી રીતે મિક્સ કરો. પનીરમાં આ પેસ્ટ ઉમેરો અને સારી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ૩ ચમચી પાણી વધુ ઉમેરો. મધ્યમ આંચ પર માત્ર 2 મિનિટ સુધી પકાવો. પનીર ચિલિ સર્વ કરવા માટે તૈયાર છે.