સામગ્રી: ૧૫૦ ગ્રામ પનીર - ટુકડામાં સમારેલું • ૧ ડુંગળી (ઝીણી સમારેલી) • ૨ ટામેટાંની પ્યૂરી • ૧ ચમચી લાલ મરચું પાઉડર • ૧ ચમચી ગરમ મસાલો • અડધી ચમચી મરચાંની પેસ્ટ • અડધી ચમચી આદુંની પેસ્ટ • અડધી ચમચી લસણ પેસ્ટ • અડધો કપ કાજુ અને મગજતરીની પેસ્ટ • અડધી ચમચી મરી પાઉડર • ૧ ચમચી કસુરી મેથી • ૧ ચમચી ચણાનો લોટ • ૧ કપ દહીં • મીઠું સ્વાદાનુસાર • તળવા માટે તેલ • પા ચમચી લવિંગનો ભૂકો
રીત: દહીંમાં આદું-મરચાં, લસણની પેસ્ટ, ચણાનો લોટ, મરી પાઉડર, લવિંગનો ભૂકો, કસુરી મેથી, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને એકદમ હલાવીને મેરિનેશન તૈયાર કરવું. તેમાં પનીરના ટુકડા નાંખીને અડધો કલાક મૂકી રાખવા. હવે ગ્રેવી તૈયાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી સાંતળી લો અને પછી તેમાં ટામેટાંની પ્યૂરી ઉમેરીને સાંતળો. મરચું, મીઠું, ગરમ મસાલો, કાજુ-મગજતરીની પેસ્ટ ઉમેરીને ગ્રેવી તૈયાર કરી લેવી. પનીરને દહીંમાંથી બહાર કાઢીને એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકીને શેલો ફ્રાય એટલે કે સાંતળીને થોડા કડક કરવા. વધેલા દહીંને તૈયાર ગ્રેવીમાં ઉમેરીને ગરમ કરવું. તેમાં તૈયાર કરેલા પનીર ટિક્કા ઉમેરીને બે-ત્રણ મિનિટ ગરમ કરવું. સર્વિંગ બાઉલમાં કાઢીને ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.