સામગ્રીઃ ૫ પાપડ • ૧ ટેબલ સ્પૂન મેંદાની પેસ્ટ • તળવા માટે તેલ.
(પૂરણ માટે) ૨૫૦ ગ્રામ પનીર • ૨ બાફીને છૂંદેલા બટાકા • ૧ ટેબલ સ્પૂન બાફેલા વટાણા • ૧/૨ ટી સ્પૂન લાલ મરચું • ૧/૨ ટી સ્પૂન આમચૂર પાઉડર • ૧/૨ ટી સ્પૂન કોથમીર • ૧/૨ ટી સ્પૂન લીંબુનો રસ • ૧/૨ ટી સ્પૂન જીરું • ૧ ટી સ્પૂન તેલ • સ્વાદ અનુસાર મીઠું
રીતઃ એક પેનમાં તેલ ગરમ કરીને જીરાનો વઘાર કરો. પછી તેમાં પૂરણની બધી સામગ્રી નાખીને સાંતળો. ગેસ પરથી ઉતારી મિશ્રણ ઠંડું થવા દો. પાપડના બે ભાગ કરો અને પાણીના બાઉલમાં નાખો. પાપડ પાણીમાંથી કાઢી હાથથી થપથપાવો. પાપડને સમોસાના આકારમાં વાળી એમાં પૂરણ ભરો અને મેંદાની પેસ્ટથી ધાર ચોંટાડો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને સમોસા તળો. લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.