સામગ્રીઃ ૫૦૦ ગ્રામ બાફેલા વટાણા • ૧૫૦ ગ્રામ કોટેજ ચીઝ • ૨ કપ બાસમતી ચોખા • પોણો કપ કિસમિસ • દોઢ ચમચો ખાંડ • ૧ કપ મસાલાવાળું પાણી • પોણો ચમચો શાહજીરું • ચપટીક કેસરના તાંતણા • ૨૦ ઝીણી સમારેલી બદામ • ૨ ચમચી લીંબુનો રસ • ૩ ચમચી ઘી • મીઠું સ્વાદ અનુસાર
રીતઃ મસાલાવાળું પાણી બનાવવા માટે ૭ લવિંગ, પોણો ચમચી જીરું, તમાલપત્રને દોઢેક કપ પાણીમાં ધીમા તાપે ઉકાળો. એક કપ જેટલું પાણી બચે ત્યારે પાણીને બર્નર પરથી ઉતારીને ઠંડુ પડ્યા બાદ ગાળીને બાજુ પર રાખી દો. ચોખાને એક કલાક ઠંડા પાણીમાં પલાળી રાખ્યા બાદ ચાળણીમાં નિતારી લો. એક ચમચો ઘી ગરમ કરીને ચોખાને તેમાં શેકો. દ્રાક્ષને એક કલાક પાણીમાં પલાળી રાખો. પનીરને ભાંગી નાખો. એક ચમચો ઘી ગરમ કરીને શાહજીરું, શેકેલા ચોખા, મસાલાવાળું પાણી તથા મીઠું ઉમેરો. છૂટા ભાત બનાવો. તેમાં લીંબુનો રસ, વટાણા, ખાંડ, પનીર નાખીને બરાબર હલાવો. છેલ્લે કેસરના તાંતણા, બદામની કતરણ અને લાલ દ્રાક્ષ નાખીને સર્વ કરો.