સામગ્રીઃ પનીર ૨૦૦ ગ્રામ • ખાંડ ૨૦૦ ગ્રામ • ડ્રાયફ્રૂટ્સની કતરણ - જરૂરત મુજબ
રીતઃ પનીરનો હાથેથી મસળીને ભૂકો કરી લો. એક નોનસ્ટિક પેન ગરમ કરીને તેમાં પનીર અને ખાંડ નાંખી સારી રીતે મિક્સ કરો. ખાંડ ઓગળી જાય એટલે પેનને આંચ ઉપરથી ઉતારી લો. ધ્યાન રાખો કે પનીરનો રંગ ન બદલાય. તે પછી મનગમતા આકારના મોલ્ડમાં પહેલાં ડ્રાયફ્રૂટ્સની કતરણ નાંખો અને પછી તેના પર પનીરનું મિશ્રણ નાંખીને હાથથી સહેજ દબાવો. મોલ્ડ ઠંડું થાય એટલે સંદેશને પ્લેટમાં કાઢીને ઉપર ડ્રાયફ્રૂટ્સની ચીરીઓથી સજાવટ કરો.
નોંધઃ જો મોલ્ડ ન હોય તો હાથ વડે પણ પનીરના મિશ્રણના પેંડા અથવા બોલ્સ જેવો આકાર આપી શકો છો. સંદેશને સજાવવા માટે કેસરયુક્ત પાણીનો છંટકાવ પણ કરી શકાય.