સામગ્રીઃ કાચુ પપૈયું - ૧ નંગ • તેલ - ૩ ચમચી • રાઇ - અડધી ચમચી • જીરું - ૧ નાની ચમચી • લીમડાના પાન - ૫થી ૬ નંગ • હળદર - પા ચમચી • લાલ મરચું - ૧ ચમચી • દેશી ગોળ - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ • પાણી - દોઢ કપ • ચણાનો લોટ – ૨ ચમચી • કોથમીર - સજાવટ માટે
રીતઃ પપૈયાને ધોઇને છાલ ઉતારી લો અને પછી મધ્યમ ટુકડામાં સમારી લો. હવે કડાઈમાં તેલ ગરમ થાય એટલે રાઇ, જીરું, લીમડાના પાનનો વઘાર કરો. સમારેલું પપૈયું ઉમેરી દો. બધા મસાલા ઉમેરી દઇને ૨થી ૩ મિનિટ માટે સાંતળો. હવે તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને થાળી વડે ઢાંકી દઇ ૮થી ૧૦ મિનિટ માટે મધ્યમ તાપે ચડાવો. પપૈયાના ટુકડા ચઢી જવા આવે એટલે ચણાનો લોટ ઉમેરો. એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરી દો. કોથમીર વડે સજાવીને સર્વ કરો.